Gujarat

ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ

ચોમાસાના આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ગંભીર બન્યું છે સંભવિત દુર્ઘટનાઓને ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં જર્જરિત મકાનો માલિકોને નોટિસ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, ​ ભાવનગર ​મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી કુણાલસિંહ ચૌહાણ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં શહેરની અંદાજે 300 થી 350 જેટલી મિલકતોને નોટિસ પાઠવી દેવામાં આવી છે, જ્યારે 400 જેટલી અન્ય મિલકતોને નોટિસ આપવાની કાર્યવાહી આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે, ખાસ કરીને જૂના શહેરના વિસ્તારો ગામતળ અને હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં જર્જરિત મિલકતોનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે,

​મનપાના અધિકારી કૃણાલસિંહએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે મકાન માલિકોને નોટિસ આપવામાં આવી છે, તેમણે વહેલી તકે પોતાના જર્જરિત મકાનનું સમારકામ કરાવી લેવું અથવા તેને સુરક્ષિત કરી લેવું. જો નિર્ધારિત સમયમાં મકાનનું સમારકામ કરવામાં નહીં આવે, તો પાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવશે, જેમાં મકાનનું લાઈટ કનેક્શન, પાણી કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે, ​ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો તમારી મિલકત જર્જરિત હાલતમાં હોય, તો ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તેને સત્વરે સુરક્ષિત કરાવી લેવી. સાવચેતીના ભાગરૂપે લેવાયેલું આ પગલું જાન-માલના નુકસાનને અટકાવવામાં મદદરૂપ થશે..