મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ છાત્રાલય રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડે છે. આ છાત્રાલયમાં ધોરણ 8 કે તેથી ઉપરના ધોરણમાં સુરતની શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આ છાત્રાલય જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવન ખાતે નિર્માણ પામ્યું છે.
પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગૌરવ સેનાની ભવન, અભિનંદન રેસિડેન્સી, સરથાણા, સુરતનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ત્યાંથી પ્રવેશ ફોર્મ મેળવીને સત્વરે જમા કરાવવા જણાવાયું છે.
વધુ વિગતો માટે ટેલિફોન નંબર 02661-2913820 અથવા 9426802820 પર સંપર્ક કરી શકાય છે. આ માહિતી સુરતના મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દ્વારા આપવામાં આવી છે.

