Gujarat

કિન્નર ગુરુમાં બની વિધિના નામે પૈસા પડાવનાર ગેંગનો મુખ્ય આરોપી દબોચાયો

ઇન્સ્ટાગ્રામ પર રિલેશનશીપ ગુરુ અને કિન્નર ગુરૂમાની ઓળખ આપીને વિધીના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. આરોપી લોકો પાસેથી વિધીના બહાને પૈસા પડાવતો તથા ન્યૂડ કોલ રેકોર્ડ કરીને બ્લેકમેઈલિંગ કરીને પૈસા પડાવતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ અલગ અલગ લોકોને ભોગ બનાવીને કુલ 60 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ ગેંગના એક આરોપીની ધરપકડ કરી હતી.

અગાઉ એકની ધરપકડ કરાઈ હતી, ત્યારબાદ મુખ્ય આરોપી દબોચાયો અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વિધીના બહાને છેતરપિંડી અને બ્લેકમેઈલિંગ કરીને ઠગાઈ કરતા હોવાનો ઉલ્લેખ હતો. પોલીસે તપાસ દરમિયાન રજનીશ ભાર્ગવ નામના વ્યક્તિની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન વિકાસ ભાર્ગવનું નામ સામે આવતા પોલીસની ટીમે રાજસ્થાન જયપુર ખાતેથી આજે 25મેના વિકાસ ભાર્ગવને ઝડપી પાડ્યો છે.

આરોપી વિધિના નામે મહિલાઓને વીડિયો કોલ મારફતે નગ્ન કરીને રેકોર્ડ કરતો આરોપી વિકાસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી વિધિના નામે મહિલાઓને વીડિયો કોલ મારફતે નગ્ન કરવા મજબૂર કરી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરતો. વાયરલ કરવાની ધમકી આપીને કુલ 1.43 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં રૂપિયા 60 લાખના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પોલીસને મળી આવ્યું છે.