Gujarat

વડોદરામાં આ રસ્તો પણ આજથી બંધ

વડોદરા શહેરમાં પદમાવતી શોપિંગ સેન્ટરથી ગાંધીનગરગૃહ સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આજથી આ માર્ગ તમામ પ્રકારનાં વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે. રસ્તો બંધ રહેવાના કારણે સ્થાનિક રહીશો તથા વાહનચાલકોને અવરજવર માટે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવવામાં આવે છે.

વૈકલ્પિક માર્ગો નીચે મુજબ રહેશે:

(1) લહેરીપુરા ગેટથી ગાંધીનગરગૃહ તરફ જતાં વાહનચાલકો લાલ કોર્ટ થઈ દાંડિયા બજાર ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા, ઢીંગલી સર્કલ થઈ ગાંધીનગરગૃહ તરફ જઈ શકશે અને ત્યાંથી પોતાના નિયત સ્થળે પહોંચી શકશે.

(2) વિર ભગતસિંહ સર્કલથી ફાયર બ્રિગેડ ત્રણ રસ્તા, મહારાણી કન્યા વિદ્યાલય, રાજુ પટ્ટી સમોસાવાળી ગલી થઈ રાવપુરા રોડ તરફ જઈ શકશે અને ત્યાંથી પોતાના નિયત સ્થળે પહોંચી શકશે.

વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી ટ્રાફિક વ્યવસ્થામાં સહકાર આપવા તથા ડ્રેનેજ લાઇનની કામગીરી સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે ટ્રાફિક વિભાગને સાથ-સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.