Gujarat

જામનગરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બેનાં મોત

જામનગરના અંધાશ્રમ ફાટક પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે બે પુરુષોના જીવ ગયા છે. આ ઘટના સાંજના સમયે બની હતી. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ જીવ ગયા. મૃતકોની ઓળખ રમેશભાઈ હાજાભાઈ ચૌહાણ (ઉંમર આશરે 54 વર્ષ, રહે. લક્ષ્મીનગર સોસાયટી, જામનગર) અને સોનુ કુમાર અમીકા કુમાર (ઉંમર આશરે 34 વર્ષ, મૂળ રહે. ગુવાહાટી, આસામ) તરીકે થઈ છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલ્યા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.