જામનગરમાં નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની પોતે રાત્રિ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તેમણે શહેરના જૂના અને નવા ગરબા સ્થળોની મુલાકાત લીધી હતી.
ડો. સૈની સાથે જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા અને સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.
પોલીસ અધિકારીઓએ ગરબા સ્થળો અને શહેરના મુખ્ય રસ્તાઓ પર ફરીને પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો. નવરાત્રિમાં કોઈ ઘટના ન બને અને લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે આ પેટ્રોલિંગ કરાયું હતું.

