રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18ના 210 EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
3 ઝોન માટે 210 EVMનું ચેકિંગ રાજકોટ પશ્ચિમના મામલતદાર નિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરના આનંદનગર ખાતે આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે EVMનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. અહીં 3 ઝોન માટે 210 EVMનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 30 કર્મચારીઓ ચેકિંગની કામગીરીમાં જોડાયેલા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમમાં બેટરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એક પણ ઇવીએમમાં ખામી જોવા મળી નથી. આજે અહીં વોર્ડ નંબર 16,17 અને 18ના EVMની ચકાસણી થઈ રહી છે. જેમાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના સ્ટિકર યોગ્ય રીતે ચોટાડેલા છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.

