વિરમગામ તાલુકાના નળસરોવરમાં ₹28 કરોડના ખર્ચે વિકાસ કામગીરી પૂરી થઈ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ધારાસભ્ય હાર્દિક પટેલે નળસરોવર પક્ષી અભ્યારણ્યની મુલાકાત લીધી હતી.

નળસરોવરમાં પ્રવાસન સુવિધાઓ વિકસાવવા માટે પુનઃનિર્માણની કામગીરી કરવામાં આવી છે. સરકારની માર્ગદર્શિકા અને જરૂરી પ્રક્રિયા પૂરી થયા બાદ બોટિંગ શરૂ કરાશે.

આ કામગીરીનો હેતુ નળસરોવરમાં પ્રવાસન વધારવાનો અને સ્થાનિક લોકોને રોજગારીની તકો આપવાનો છે.

