Gujarat

મનસુખ વસાવાએ પક્ષનો ર્નિણય શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામની બતાવી તૈયારી

ભરૂચ
આગામી વિધાનસભા ચૂંટણીમાં સગાવાદને દૂર રાખવા ભારતીય જાણતા પાર્ટીએ એક મહત્વનો ર્નિણય લીધો છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ સાંસદ ધારાસભ્યના પરિવારને ટિકિટ નહીં આપવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવા અને તેમના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે. મામલે સંસદે ટ્‌વીટ કરી ભાજપની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ર્નિણયની કાર્યકરોને જાણ કરી પક્ષનો ર્નિણય શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરવા તૈયારી બતાવી છે. ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મુકામે ચાલુ છે. મેં તથા મારી દીકરી પ્રીતિબેન વસાવા એ પણ ઉમેદવારી માટે માંગણી કરી હતી પરંતુ ચાલુ સાંસદ ધારાસભ્યના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે એવો પાર્ટીનો ર્નિણય છે. મનસુખ વસાવાએ જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણીના મુરતિયા તરીકે જે કોઈપણ નામનો પક્ષ ર્નિણય કરશે તેમને જીતાડવા તેમણે તૈયારીબાતાવી છે. પક્ષના અન્ય તમામ આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જાેઈએ તેવી પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સલાહ આપી હતી. જે કોઈપણ નામનો પક્ષ ર્નિણય કરશે તેમને અમે જીતાડશું અને બાકીના બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *