Gujarat

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક માટે હવે જામશે જંગ ત્રિપાંખીયો.. આમ આદમી પાર્ટીએ ૯૭ સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર સાવરકુંડલાના લડાયક અને આક્રમક નેતા ભરત નાકરાણીને આ ચૂંટણી જંગમાં ઉતારીને સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકનો ચૂંટણી જંગ જીતવા કમર કસી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયાના વિધાનસભા વિસ્તારના સ્વચ્છ પ્રતિભા અને લોકોના પ્રાણપ્રશ્ર્નોને વાચા આપનારા ભરત નાકરાણીની આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉતારતાં ચૂંટણી જંગ  હવે બનશે રોમાંચક. ભરત નાકરાણીની ગણના આમ જનતામાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવતાં પ્રજાના પ્રશ્નો કાજે તંત્ર સામે સતત લડત આપતાં કર્મઠ અને સશક્ત નેતા તરીકે થાય છે .
——————————————————————–સાવરકુંડલા લીલીયા વિસ્તારના લોકોના પ્રાણપ્રશ્રનોને વાચા આપનારા, સ્વચ્છ પ્રતિભા ધરાવતા, ખરા અર્થમાં આમજનતાનો અવાજ બનનારા ભરત નાકરાણીની ૯૭, સાવરકુંડલા લીલીયાના વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ.
આમ તો ભરતભાઈ છેલ્લા ઘણા સમયથી લોકપ્રશ્ર્નોના અવાજને વાચા આપતાં એક આક્રમક નેતા તરીકે ખ્યાતનામ છે. કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તંત્ર સામે લોકપ્રશ્ર્નના નિવારણ માટે બાથ ભરતાં પણ લેશમાત્ર ખચકાટ ન અનુભવતાં.. આમ ગણો તો આમજનતાની પીડાનો નાદ બની અને રાજકીય કુરુક્ષેત્રમાં હમેશાં સત્યના માર્ગે આગળ વધતાં હોય લોકોમા પણ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. એટલે આ વખતની સાવરકુંડલા લીલીયા વિધાનસભાની બેઠક જીતવા માટે પ્રત્યેક પક્ષ માટે કપરા ચઢાણ સાબિત થાય તો નવાઈ નહી. આ ચૂંટણી જંગ માનીયે તેટલો આસાન તો હવે નથી લાગતો.

IMG-20220928-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *