વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અનુસંધાન શાપર વેરાવળ પોલીસ દ્વારા સાપર વેરાવળ વિસ્તારમાં ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં
રાજકોટ જિલ્લા ના શાપર-વેરાવળ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના રૂપે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ વેરાવળ મેઈન રોડ તેમજ શિવનગર બુધ્ધનગર સર્વોદય સાપર મેઈન રોડ શાપર ગામ તમેજ શાંતિધામ સોસાયટી રામદેવ નગર પારડી ઢોલરા પડવલા કાગશીયાળી જેવા અનેક વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.જેમા શાપર વેરાવળ પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ એસ.જે.રાણા સાહેબ તથા સ્ટાફ સી આર પી એફ સહીત ના જોડાયેલ હતા.જેમાં કીટીકલ વિસ્તાર તથા સામાન્ય વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરેલ હતી..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


