Gujarat

જેતપુરમાં ધોરાજી રોડ પર આવેલા કારખાનામાં લાગી ભીષણ આગ

એક કરોડ ઉપર નુકશાન ની આશંકા:આગ લાગવાનું કારણ અકબંધ
જેતપુર માં ધોરાજી રોડ પર આવેલા દિગ્વિજય ટેક્ષ પ્રિન્ટ નામના કારખાનામાં આજ બપોરના બે વાગ્યા આસપાસ  આગ લાગ્યાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી ગયો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો કોશિશ કરી હતી. જ્યારે કારખાનાના સેન્ટર યુનિટ તેમજ ૪ જેટલા મશીનમાં આગ લાગવાના કારણે લાખો કરોડો રૂપિયાની નુકસાની થયું હોવાનું પ્રાથમિક કારણ લગાવવામાં આવ્યું છે.
આ અંગે આગની મળતી માહિતી મુજબ જેતપુર માં ધોરાજી રોડ કેનાલ કાંઠે આવેલ દિગ્વિજય ટેક્સ પ્રિન્ટ નામના સાડીનાં કારખાના માં આજે બપોરે  બે વાગ્યા આસપાસ અચાનક આગ લાગ્યાનું ઘટના જેતપુર નગરપાલિકામાં થતા તાત્કાલિક ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી આગ બુઝાવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.કારખાનાના માલિક વિનુભાઈ પાદરીયાએ
જણાવ્યું હતું કે કારખાનામાં સેન્ટર યુનિટ તેમજ સાડીન છાપવાના ચાર જેટલા મશીન તેમજ સાડીઓનો કાચો માલ આગના લપેટમાં આવી જતા  કરોડો રૂપિયાનુ નુકશાન થયાનું અંદાજ લગાવ્યો હતો તેમજ આગ કયા કારણોસર લાગી તે માલુમ પડ્યું નહોતું જેતપુર નવાગઢ નગરપાલિકાનાં ૩ ફાયર ફાઈટર આગ ઉપર કાબૂ મેળવી આગ લાગ્યા નું કારણ જાણવા તજવીજ હાથધરી હતી.

IMG_20221112_182731.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *