Delhi

ભગવાન રામ અને દેવી સીતા પર વિકાસ દિવ્યકીર્તિની ટિપ્પણી પર શરુ થયો વિવાદ!

નવીદિલ્હી
લોકપ્રિય યૂપીએસસી કોચિંગ ઇંસ્ટીટ્યૂટ દ્રષ્ટિ આઇએએસ (ડ્ઢિૈજરંૈ ૈંછજી) ના સંસ્થાપક અને માલિક, વિકાસ દિવ્યકીર્તિને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કથિત વીડિયોમાં તે ભગવાન રામ અને દેવી સીતાને લઇને કેટલીક વાતો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઇને ડિબેટ થઇ થઇ ગઇ છે. જે લોકો આ વીડિયોની ટીકા કરી રહ્યા છે તેમનો આરોપ છે કે વિકાસ દિવ્યકીર્તિએ ભગવાન રામ અને દેવી સીતાનું અપમાન કર્યું છે. તો બીજી તરફ ઘણા લોકો દિવ્યકીર્તિનું સમર્થન પણ કરી રહ્યા છે જેમનું કહેવું છે કે જાણી જાેઇને કેટલીક સેકન્ડનો જ આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને જે વાત તેમણે કહી છે તે ગ્રંથમાં લખેલી છે. આ વીડિયોને રાષ્ટ્રીય સેવિકા સમિતિની સભ્ય સાધ્વી પ્રાચીએ ટિ્‌વટર પર મ્ટ્ઠહડ્ઢિૈજરંૈૈંછજી હેથટેગ સાથે શેર કર્યો. પ્રાચીએ જે વીડિયો શેર કર્યો છે તે ફક્ત ૪૫ સેકન્ડનો છે. તેમાં દિવ્યકીર્તિને રામાયણના એક પ્રસંગ પર વાત કરતાં સાંભળી શકાય છે. દિવ્યકીર્તિના કથિત નિવેદન પર સોશિયલ મીડિયા પર એક વર્ગ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. કેટલાકે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કોચિંગ ઇન્ટીટ્યૂટ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરી છે. વીડિયો વાયરલ થયા બાદ શુક્રવારે સવારથી જ ટિ્‌વટર પર ઈંમ્ટ્ઠહડ્ઢિૈજરંૈૈંછજી ટ્રેંડ કરી રહ્યું છે. જાેકે કેટલા વિદ્યાર્થી દિવ્યકીર્તિના સમર્થનમાં આવ્યા છે અને એક ટ્રેંડ ઈંૈંજીેॅॅર્િંડ્ઢિૈજરંૈૈંછજી શરૂ કર્યો છે. એક ટિ્‌વટર યૂઝરે નિવેદનમાં આખો વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે ‘જાે તમે ઈંમ્ટ્ઠહડ્ઢિૈજરંૈૈંછજી ઇચ્છો છો, તો સાબિત કરો કે વિકાસ દિવ્યકીર્તિનું નિવેદન ખોટું છે. આ મુદ્દા પર દિવ્યકીર્તિનું સમર્થન કરનાર કેટલાક લોકોએ એ પણ દાવો કર્યો કે જે કંઇપણ તે વીડિયોમાં કહેતા જાેવા મળી રહ્યા છે જાેકે તે પ્રાચીન ગ્રંથનું કથન છે. આ મુદ્દે દિવ્યકીર્તિનું સમર્થન કરનાર કેટલાક લોકોએ એ પણ દાવો કર્યો છે કે જે કંઇપણ તે વીડિયોમાં કહેતાં જાેવા મળી રહ્યા છે તે પ્રાચીન ગ્રંથનું કથન છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *