Gujarat

જલારામ વીરપુર નજીકથી યુવાનની લાશ મળી આવી લાશ કોહવાયેલી હાલતમાં હોવાથી યુવક અંગે તપાસ હાથ ધરી, અનેક તર્ક વિતર્કો

વીરપુર (જલારામ) પાસે આવેલ  સરીયામતિ નદી નજીક એક યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.યુવક ગિરનાર પરિક્રમા બાદ જલારામ વીરપુર આવ્યો હતો યુવાન લાશને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ મોકલવામાં આવી
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના જલારામ વીરપુરમાં  નજીક આવેલ સરીયામતી નદી નજીક આવેલ ત્રિવેણી સંગમ પાસે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક સુરત જિલ્લાના ઓલપાડનાં સરસ ગામનો સંજય જગદીશભાઈ પટેલ ઉ.વ ૪૫
હોવાનું માલુમ પડ્યું હતું તેમજ યુવાન તેમના ગામથી ગત જુનાગઢ ખાતે લીલી પરિક્રમાનાં મેળામાં આવ્યો હતો અને ત્યાર બાદ તા.૦૬/૧૧/૨૨ રોજ જલારામ વીરપુર ખાતે યાત્રાએ આવ્યો હતો ત્યાર બાદ વીરપુરમાં આવેલ ખોડિયાર ગેસ્ટ હાઉસ ખાતે ૭:૦૦ કલાક બાદ ગુમ થયો હતો જેથી વીરપુર પોલીસે મથકે ગુમસુદા થયાની ફરિયાદ નોંધાઇ હતી ત્યારે ગત તારીખ ૧૩ રોજ  નવેમ્બર ના ત્રિવેણી સંગમ પાસેથી કોહવાયેલી હાલતમાં લાશ મળી  આવતા આ અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામ પંચાયતનો સ્ટાફ પહોંચી લાશને   વિરપુર પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટ ર્મોટમ માટે લાશને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડી. ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

IMG-20221114-WA0164-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *