– પ્રાંતિજ-તલોદ ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
પ્રાંતિજ-તલોદ તલોદ ખાતે ચુંટણી પ્રચાર કાર્યાલય નુ ઓપનિંગ પણ કરવામા આવ્યુ
– ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જાહેર સભા યોજાઈ
– રેલી સ્વરૂપે વિજય મુહૂર્ત મા ફોર્મ ભર્યુ
એન્કર:
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ વિધાનસભાના ભાજપ ના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે જંગી જનમેદની વચ્ચે વિજય મુહૂર્ત મા ઉમેદવારીપત્ર ભર્યું
વિઓ -1
ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવારીપત્ર ભરવાના આજના દિવસે સાબરકાંઠા જિલ્લાના ૩૩ પ્રાંતિજ તલોદ વિધાનસભા ની બેઠક ના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે બંન્ને તાલુકાના ભાજપ ના કાર્યકરો અને લોકોની ઉપસ્થિતિમાં વિજય શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી પ્રાંતિજ નાયબ કલેકટર અને ચુંટણી અધિકારી એન.એમ.ડોડીયા ને ઉમેદવારી પત્ર આપવામાં આવ્યું હતું તો સવારે તલોદ ખાતે પ્રચાર ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કર્યાબાદ પ્રાંતિજ આંબેડકર ભવન ખાતે પણ ચૂંટણી પ્રચાર કાર્યાલય ખૂલ્લુ મૂક્યા બાદ જાહેરસભા નું આયોજન કરવામાં આવ્યું હતુ જાહેરસભા માં ભાજપ ના ઉમેદવાર અને પૂ.મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર , સાસંદ દિપસિહ રાઠોડ , પૂ.મંત્રી જયસિંહ ચૌહાણ , પૂ.ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન અને ભાજપના પીઢ નેતા મહેશભાઈ પટેલ , પૂર્વ કાયદા મંત્રી અને હિંમતનગર વિધાનસભા ના ઉમેદવાર વી.ડી.ઝાલા તથા ભાજપ ના તમામ હોદ્દેદારો તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ , શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ , અરવિંદભાઈ પરમાર સહિતના આગેવાનો ભાજપના હોદ્દેદારો એ જંગી બહુમતીથી ભાજપના ગજેન્દ્ર સિંહ પરમાર ને વિજયી બનાવવા આહવાન કર્યું હતું મંચ ઉપરથી તમામ મહાનુભાવોએ નવા ભારતના સંકલ્પ માટે રાષ્ટના કલ્યાણ માટે પ્રાંતિજ હિંમતનગર સહિત ની તમામ બેઠકો પર કમળના ચિન્હના ઉમેદવારો ને વિજયી બનાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત બનાવવા હાકલો કરવામાં આવી હતી જંગી જનમેદની આને કાર્યકરો આમજનતા ને સંબોધતા ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે સૌ કોઈ ના પ્રયાસોથી આર્શીવાદ થી બીજી વખત ટીકીટ ભાજપ દ્વારા તેમને અપાઈ છે ત્યારે સ્વજનોનો ના આર્શીવાદ છે ત્યારે પાંચ વર્ષ દરમિયાન કોઈ ભૂલથી પણ મનદુઃખ થયું હોય તો માફ કરવા આહવાન કર્યું હતું ત્યારે જનતા અને કાર્યકરોએ જય શ્રી રામ વંદે માતરમ્ ના નારા સાથે તેમની તરફેણમાં સદૈવ રહેવાનો હુંકાર આપી જંગી બહુમતીથી વિજયી બનાવવા નો કોલ આપી ધન્યતા અનુભવી હતી પ્રારંભમાં નિત્યાનંદ બ્રહ્મભટ્ટ દ્ગારા આવકાર પ્રવચન અને અંતમાં આભારવિધિ મહામંત્રી અર્જુનસિંહ મકવાણા દ્ગારા આભારવિધિ કરવામાં આવી હતી અને પ્રાંતિજ કાર્યાલય થી તાલુકા સેવાસદન ખાતે ભાજપ કાર્યકરો આગેવાનો સાથે વિજય મુહૂર્ત મા રેલીયોજી ને ગજેન્દ્રસિંહ પરમારે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ અને તેવોએ ઉમેવારી ફોર્મ ભર્યુ હતુ પાંચ વર્ષ ના કાર્યકાર દરમ્યાન કાર્યકરો કે જનતા ને દુખ થયુ હોય તો પોતાનો ગણી માફ કરજો ગજેન્દ્રસિંહ પરમાર
બાઈટ-ગજેન્દ્રસિંહ પરમાર (ઉમેદવાર).
ઉમંગરાવલ સાબરકાંઠા6353933736
