મકસુદ કારીગર,કઠલાલ
શ્રી સનાતન સતપંથ પરિવાર, પૂર્વ અમદાવાદ(નરોડા) સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ માં સર્વે બાળકો માટે ગતવર્ષે શાળામાં શ્રેષ્ઠ ઉત્તીર્ણ થયેલ ને સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગુરૂકૃપાવાળા સંત શ્રી નથુરામ બાપા પાવનધામની પર પોતરી અને કપડવંજના વિષ્ણુપુરા કંપાના ચેતનભાઈ નંદુભાઈ પટેલના પુત્રી ક્રિષા નું સમ્માન કરવામાં આવ્યું, જે શાળાના પ્રથમ આવ્યા હતા. આ સન્માન થતા સમગ્ર કપડવંજ તાલુકા પંથક તેમજ માતા પિતા સહિતના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ક્રિષા હાલ ધોરણ ૪ માં એમ.એસ. સ્કૂલ ઈંગ્લીશ મીડીયમ નરોડા ખાતે અભ્યાસ કરે છે.


