નવીદિલ્હી
ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ માં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઇમાં ફેરફારની માંગણી ઉદભવી હતી. હવે બીસીસીઆઇએ પોતાના તમામ સિલેક્ટર્સને સસ્પેંડ કરી દીધા છે અને નવી અરજીઓને મંગાવવામાં આવી છે. રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમને ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ ની સેમીફાઇનલમાં ૧૦ વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીસીસીઆઇએ ચેતન શર્માના નેતૃત્વવાળી ચાર સભ્યોની વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિને સસ્પેંડ કરી દીધી છે. ચેતન શર્મા (ઉત્તર ક્ષેત્ર), હરવિંદર સિંહ (મધ્ય ક્ષેત્ર), સુનીલ જાેશી (દક્ષિણ ક્ષેત્ર) અને દેબાશી મોહંતી (પૂર્વી ક્ષેત્ર) ને હટાવી દેવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક સિલેક્ટર્સની નિયુક્તિ ૨૦૨૦ માં થઇ હતી. બીસીસીઆઇ એ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) નેશનલ સિલેક્ટર્સના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવાર ઉક્ત પદ માટે અરજી કરવા માંગે છે, તેમને પોતાની અરજી પર વિચાર કરવા માટે નિમ્નલિખિત માપદંડોને પુરા કરવા પડશે. અને બીસીસીઆઇ ની અરજી માટે માપદંડોની યાદી આપ્રકારે છે પહેલી ૭ ટેસ્ટ મેચ અથવા ૩૦ પ્રથમ શ્રેણી મેચ અથવા ૧૦ ઓ.ડી.આઈ અને ૨૦ પ્રથમ મેચ શ્રેણી અને જાે જે વ્યક્તિ અરજી કરી રહ્યા હોય, તેને પાંચ વર્ષ પહેલાં સંન્યાસ લઇ લીધો છે. કોઇપણ વ્યક્તિ જે કુલ ૫ વર્ષ માટે કોઇપણ ક્રિકેટ સમિતિ (બીસીસીઆઇના નિયમો અને વિનિયમોમાં પરિભાષિત) સભ્ય રહ્યો હોય, તે પુરૂષોની પસંદગી સમિતિના સભ્ય બનવા માટે પાત્ર રહેશે નહી. અરજી ૨૮ નવેમ્બર ૨૦૨૨ સુધી સાંજે ૬ વાગ્યા સુધી કરવામાં આવશે.


