Gujarat

તા.૨૬/૧૧/૨૦૨૨ ના રોજ સ્વ.ગોંવિદભાઈ મુળજીભાઈ મકવાણા (નિવૃત શિક્ષક જે.વી.મોદી હાઈસ્કૂલ સાવરકુંડલા)ની આઠમી વાર્ષિક પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી, પુષ્પાંજલિ, હૃદયાંજલી તેમજ શત શત નમન

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા.૨૬/૧૧/૨૦૨૨ ના રોજ સ્વ.ગોંવિદભાઈ મુળજીભાઈ મકવાણા (નિવૃત શિક્ષક જે.વી.મોદી હાઈસ્કૂલ સાવરકુંડલા)ની આઠમી વાર્ષિક પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી, પુષ્પાંજલિ, હૃદયાંજલી તેમજ શત શત નમન, પુણ્યતિથિએ દાતાશ્રી દ્વારા પ્રાથમિક શાળા નં.૧૦ કેન્દ્ર: ૧૨  નંદીગ્રામ સોચાયટી જેસર રોડ શાળાના બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું, શાળાના કર્મચારી તરીકે આચાર્યશ્રી કિર્તીબેન, ભાવનાબેન તેમજ વિજયભાઈ અને મધ્યાહન ભોજન સંચાલક મીનાક્ષીબેન અને હર્ષાબેન તેમજ દાતાશ્રી ગં.સ્વ.હીરાબેન ગોંવિદભાઈ મકવાણા, ભરતભાઈ, અલ્પેશભાઈ હાજર રહેલ હતા. તેમજ દાતાશ્રી મકવાણા પરીવાર દ્વારા ૨૬ નવેમ્બર દિવસ એટલે ‘સંવિધાન દિવસ’ ના રોજ ‘જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ સંચાલિત *’રાજરત્ન પુસ્તકાલય’* ને સાહિત્ય-પુસ્તકો તેમજ સ્પર્ધાત્મકના પુસ્તકોનું અપૅણ કરેલ જે વાંચક ભાઈઓ અને બહેનોને નિ:શુલ્ક વાંચન માટે ઉપયોગી થશે, દાતાશ્રી સ્વ.ગોંવિદભાઈ મુળજીભાઈ મકવાણા હસ્ત. ગં.સ્વ.હીરાબેન ગોંવિદભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા (GETCO), અલ્પેશભાઈ મકવાણા (પ્રેરણા સ્ટેશનરી) તેમજ સેવાકિય પ્રવૃત્તિમાં સાથ સહકારમાં હાજર રહેલ તમામનો આભાર વ્યક્ત કર્યો, તેવું જીતેન્દ્ર આર.મહિડા (જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નિમૅળનગર હાથસણી રોડ, સા.કુંડલા) એ યાદીમાં જણાવેલ છે.

IMG-20221126-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *