મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જવાહર નવોદય વિદ્યાલય-કઠલાલમાં ‘સંવિધાન દિવસ’નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બંધારણની પ્રસ્તાવના શાળાના શિક્ષકો વિજય મકવાણા અને વિજયકુમાર રાઠોડ દ્વારા વાંચવામાં આવી હતી.
અગિયારમા ધોરણની છાત્રા કુ.માહી પંચાલ અને દસમા ધોરણ ની છાત્રા કુ.માહી પ્રજાપતિ દ્વારા બંધારણની વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં હતી.
શિક્ષક વક્તા એચ.એમ.મકવાણા ગુજરાતી શિક્ષક દ્વારા આજના વિશેષ દિવસે એક સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું, બંધારણનું સંપૂર્ણ જ્ઞાન અને નાગરિક તરીકે આપણી શું ફરજો છે તે પ્રવચનમાં જણાવાયું હતું.કાર્યક્રમનું સંચાલન પ્રવિણ ઠાકર પીજીટી ઈતિહાસ દ્વારા કરવામાં આવેલ
કાર્યક્રમના અધ્યક્ષસ્થાન આચાર્ય એ.એસ. કામ્બલેએ શોભાવ્યું હતું. આ કાર્યક્રમના પ્રભારી દીનેશકુમાર મીણા હતા.સાંસ્કૃતિક વિભાગના ઇન્ચાર્જ ડી.એસ. મિસ્ત્રીએ કાર્યક્રમના અંતે સર્વેનો આભાર વ્યક્ત કર્યો.


