ગાંધીનગર , તા.૨૯
રાજ્યમાં હાલ કોરોનાના ૧૪૮ એક્ટિવ કેસ છે અને પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. સુરતમાં ૩૪, વડોદરામાં ૩૦, અમદાવાદમાં ૨૭ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ છે. રાજ્યમાં મંગળવારે વધુ ૩,૧૫,૮૧૩ને કોરોના રસી આપવામાં આવી હતી. આ સાથે જ રસીકરણના કુલ ડોઝ હવે ૬.૦૩ કરોડ છે.ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૨૦થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૪ કેસ નોંધાયા છે જ્યારે સળંગ ૨૪માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લાં ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૮ – ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૦, વલસાડમાંથી ૪, અમદાવાદમાંથી ૩, નવસારી-વડોદરામાંથી ૨ જ્યારે ગાંધીનગર-રાજકોટ-જામનગરમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૮૯૬ છે. છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૧૮ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ ૮,૧૫,૬૬૬ દર્દી કોરોનાને હરાવી ચૂક્યાં છે.
