Gujarat

તા. ૧૬/૧૨/૨૦૨૨ સુધીમાં ૧૫થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓએ મોકલવાના રહેશે ડોક્યુમેન્ટ્સ

રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, ગીર સોમનાથ દ્વારા આયોજિત જિલ્લા કક્ષા અનુસૂચિત જાતીના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન ગીર સોમનાથ ખાતે કરાશે.

            આ શિબિરમાં ભાગ લેવા માંગતા હોય તેવા ગીર સોમનાથ જિલ્લાના અનુસૂચિત જાતીના યુવક-યુવતીઓ જેઓ ૧૫થી ૩૫ વર્ષની વય ધરાવતા હોય તેમણે સાદા કાગળ પર પૂરું નામજન્મતારીખનો દાખલો,/લિવિંગ સર્ટિશૈક્ષણિક લાયકાતતાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોવાલીનું સંમતિપત્રજાતિનો દાખલો સાથેની અરજી તા. ૧૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી કચેરીજિલ્લા સેવા સદનરૂમ નં-૩૧૩,૩૧૪બીજો માળઈણાજગીર સોમનાથને મોકલી આપવું એમ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *