Gujarat

સાળંગપુર હનુમાનજીદાદા ને શ્રીફળનો અદભૂદ શણગાર કરવામાં આવ્યો.  

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ બોટાદ જીલ્લામાં આવેલ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ પ્રારંભ અંતર્ગત તા.17-12-2022 શનિવારના રોજ  દાદાને  દિવ્ય શ્રીફળના વાઘાનો શણગાર ધરાવી.સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા  તથા સવારે 7:૦૦ કલાકે શણગાર  આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ  દાદાના સિંહાસનને શ્રીફળ વડે શણગારવામાં આવેલ તેમજ  મંદિરના પટાંગણમાં  મારુતિ યજ્ઞનું તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ  નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસ યજ્ઞનું  આયોજન કરવામાં આવેલ છે. હજારો  ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20221217-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *