Gujarat

છોટાઉદેપુર એલ.સી.બી દ્વારા મધ્ય પ્રદેશ રાજ્યના તથા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલ ચોરી કરનાર એક ઇસમને ૦૪ મોટર સાયકલ સાથે ઝડપી પાડી દાહોદ રૂરલ,  ચાંદપુર (એમ.પી.) પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી કુલ કિ.રુ.૧,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો. 

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે આધારે શ્રી વી.બી.કોઠીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે શ્રી વી.બી.કોઠીયા તથા પો.સ.ઇ. આર.એસ.ડામોર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે વનાર-જામલા તરફ જવાના ચાર રસ્તા પાસેથી રાજુભાઇ ઉર્ફૅ દિનેશભાઇ માધુભાઇ કનેશ રહે.ગોલઆંબા પટેલ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાને ચોરીની બજાજ પલ્સર ૨૨૦ મોટર સાયકલ સાથે પકડી પાડી સદર મોટર સાયકલ અંગે ખાત્રી તપાસ કરતા હાલોલ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલાનું જણાતા સદરી ઇસમની ધરપકડ કરી ઘનીષ્ઠ પુછપરછ કરતા પોતે તથા તેના સાગરીતો મારફતે ગુજરાત રાજય તથા મધ્યપ્રદેશ રાજ્યમાંથી અલગ-અલગ જગ્યાઓથી મોટર સાયકલ ચોરીઓ કરેલાની કબુલાત કરતા શ્રી વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓએ પકડાયેલ ઇસમના ઓળખીતા મારફતે સંપર્ક કરી ચાંદપુર પો.સ્ટે. (એમ.પી.) વિસ્તારમાંથી તથા અન્ય જગ્યાએથી તેને તથા તેના સાગરીતોએ મળીને ચોરી કરેલ મોટર સાયકલો ૦૩ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની મળી કુલ – ૦૪ મોટર સાયકલ કિ.રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ જપ્ત કરી આરોપીને સી.આર.પી.સી.૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221217-WA0089.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *