આબુ
પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. આબુમાં સતત ૪ દિવસથી તાપમાન શૂન્ય નોંધાઇ રહ્યું છે. આ સાથે જ અહીં બરફની ચાદર છવાયેલી પણ જાેવા મળી રહી છે. વહેલી સવારે આવતા પ્રવાસીઓ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જાેવા મળે છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે અહીં આવ્યા છે. પ્રવાસીઓ આબુના કૂલ-કૂલ વાતાવરણનો આનંદ લેતા જાેવા મળી રહ્યા છે. સતત ચોથા દિવસે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ૪ દિવસથી સમગ્ર માઉન્ટ આબુમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીના લીધે જનજીવન પર પણ અસર પડી છે. બીજી તરફ, વાહનોના કાચ પર ઝાકળના રૂપમાં બરફ જામી ગયો છે અને ઘાસના મેદાનો પર થીજી ગયેલા ઝાકળની ચાદર દેખાઈ રહી છે. આવામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી પ્રવાસીઓ નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા અને હવામાનનો આનંદ માણવા અહીં આવી રહ્યા છે. અહીંનું ઠંડું વાતાવરણ પ્રવાસીઓને ખૂબ આકર્ષી રહ્યું છે. પ્રવાસીઓ આવતાં અહીં મોડી સાંજે બજારોમાં ઘણી હલચલ પણ જાેવા મળી રહી છે. છેલ્લા ૪ દિવસથી સતત પડી રહેલી કડકડતી ઠંડીને કારણે અહીંનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. હવે જ્યાં લોકો વહેલી સવારે અને મોડી સાંજે તાપણાની મદદથી ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા જાેવા મળે છે, ત્યાં મેદાનોમાં પાર્ક કરાયેલા વાહનોના વિન્ડશિલ્ડ અને છત પર બરફની ચાદર છવાઈ જાેવા મળે છે. ઘાસના મેદાનોમાં ઝાકળ જામી જતાં ચારેબાજુ સફેદ ચાદરનો નજારો જાેવા મળે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, ક્રિસમસ પછી નવા વર્ષ સુધી પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડશે. મતલબ કે આગામી દિવસોમાં અહીં આવતા પ્રવાસીઓની સાથે સ્થાનિક લોકોને પણ કડકડતી ઠંડી ઠુઠરાવશે.


