Gujarat

રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું રાજ્ય ગુજરાત

ગાંધીનગર
ગુજરાતનો હિસ્સો વધ્યો છે કારણ કે ૨૦૧૧-૧૨ થી ૨૦૧૫-૧૬ દરમિયાન રાજ્યમાં આવા ૧૦% પ્રોજેક્ટ આકર્ષ્યા હતા. માત્ર પ્રોજેક્ટની સંખ્યા જ નહીં મંજૂર થયેલા પ્રોજેક્ટ્‌સના કુલ ખર્ચમાં પણ ગુજરાતનો સિંહફાળો છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૦-૨૧માં, ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યો બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્‌સની કુલ રકમના સૌથી વધુ હિસ્સો (૧૭.૧) ટકા હિસ્સો ધરાવે છે ત્યારબાદ આંધ્ર પ્રદેશ (૧૫ ટકા), ઉત્તર પ્રદેશ (૧૩.૭ ટકા) , મહારાષ્ટ્ર (૮.૫ ટકા), હરિયાણા (૭.૮ ટકા ), કર્ણાટક (૬.૧ ટકા) જેટલો હિસ્સો ધરાવે છે. જાે કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ રોગચાળાને કારણે ૨૦૨૦-૨૧માં સમગ્ર દેશમાં રોકાણનું વાતાવરણ નબળું રહ્યું છે. “એકંદરે, બેંકો અને એફઆઈએ ૨૦૨૦-૨૧માં ખાનગી કંપનીઓના માત્ર ૨૨૦ પ્રોજેક્ટ દરખાસ્તોને મંજૂરી આપી હતી. જ્યારે મંજૂર કરેલા પ્રોજેક્ટ્‌સની કુલ કોસ્ટ ૨૦૨૦-૨૧માં ઘટીને ૭૫,૫૫૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે જે ૨૦૧૯-૨૦માં ૧,૭૫,૮૩૦ કરોડ રૂપિયા હતી. ગુજરાત ખાનગી કોર્પોરેટ કંપનીઓ દ્વારા પ્રોજેક્ટ સ્થાપવા માટે સૌથી વધુ પસંદ કરાતા રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. જેમાં વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ સુધીના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા મહત્તમ પ્રોજેક્ટ્‌સ રાજ્યમાં સ્થાપિત થવાના છે. આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં)ના ખાનગી કોર્પોરેટ રોકાણના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મંજૂર થયેલા પ્રોજેક્ટમાં ૧૪.૭ ટકા સાથે ગુજરાત સૌથી વધુ ટકાવારી ધરાવે છે. જ્યારે ગુજરાત પછી મહારાષ્ટ્ર (મંજૂર પ્રોજેક્ટ્‌સમાં ૧૨.૧%હિસ્સો), કર્ણાટક (૯.૫%), આંધ્ર પ્રદેશ (૮.૮%) અને તામિલનાડુ (૭.૨%) છે. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લા પાંચ વર્ષના જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૬-૧૭ વચ્ચે પાંચ રાજ્યો, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કુલ મંજૂર પ્રોજેક્ટના કુલ ૫૨. ૩ ટકા પ્રોજેક્ટ અમલમાં છે.જાે કે રો- મટિરિયલ, મજૂરોની ઉપલબ્ધતા, માળખાકીય સુવિધા, માર્કેટ સાઈઝ અને ગ્રોથ જેવા ફેક્ટરોએ રાજ્યની પસંદગી પર પ્રભાવ પાડ્યો છે નાણાંકીય વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન ગુજરાતમાં અનેક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા પ્રોજેક્ટને બાદ કરતાં ૩૩૦ જેટલા પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાં કુલ સંખ્યા ૧,૯૭૫ હતી. આ રિપોર્ટમાં ૧૦ કરોડ રૂપિયાથી નાના રોકાણ પ્રોજેક્ટ્‌સ તેમજ ૫૧% થી ઓછી ખાનગી માલિકી ધરાવતા અથવા ટ્રસ્ટ, સરકારો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્‌સને બાકાત રાખવામાં આવ્યા છે. આ અંગે એસોચેમ ગુજરાતના સહ-અધ્યક્ષ જૈમિન શાહે જણાવ્યું હતું કે હું માનું છું કે ગુજરાત એ ભારતનું વ્યાપાર હોટસ્પોટ છે અને ઉદ્યોગ અને વાણિજ્ય માટે ઉચ્ચ સંભાવનાઓ ધરાવે છે. રાજ્ય વ્યવસાય હોય કે સામાજિક અનુકૂળ ઇકોસિસ્ટમ ધરાવે છે. તેમાં હાલના અને નવા રોકાણકારો માટે ઘણા ફાયદા છે. નવા રોકાણકારો આવતા ગુજરાતમાં સ્પર્ધાત્મકતાની ઉચ્ચ ભાવના આવે છે. નવા રોકાણો સાથે વેપાર અને વાણિજ્ય વધશે જે તેને ખરેખર આર્ત્મનિભર બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *