Gujarat

રાજુલા ટાઉન બસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક બનાવટની દોરીઓની ફિરકીઓ નંગ-૧૫ કિ.રૂ.૪,૫૦૦/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ*

આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર  દરમિયાન કેટલાક ઈસમો પોતાનાં આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઈનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) નું વેચાણ કરતા હોય, *પોલીસ મહાનિદેશકશ્રી, અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર* નાઓએ ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ દોરા, નાઇલોન દોરા, તથા ચાઈનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ઉપયોગ ઉપર મુકવામાં આવેલ જે પ્રતિબંધનું ચુસ્તપણે અમલવારી કરાવવા વહીવટી તંત્રને સુચનો આપવામાં આવેલ હોય, જે અન્વયે *અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ*,તરફથી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે
             *મ્હે.ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ,ભાવનગર* નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, તથા ચાઈનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) નું વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા સુચનાં આપેલ હોય જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાં આગામી મકરસંક્રાતિ અન્વયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, નાઇલોન દોરા, તથા ચાઈનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ)નું વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપવામાં આવેલ.
            જે અનુસંધાને *સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા  સાહેબ* ના માર્ગદર્શન હેઠળ *રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ સાહેબ* ની સુચના અને  માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમને પ્રતિબંધિત ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક બનાવટની દોરીઓનું વેચાણ કરતા પકડી પાડી,તેમના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ધોરણસરની કાર્યવાહી કરેલ છે
💫 *પકડાયેલ આરોપી-*
રાહુલભાઇ અરવિંદભાઇ ચીભડીયા ઉ.વ.૨૦ ધંધો.મજુરી મુળ રહે.ગારીયાધાર,ખોડીયાર નગર સોસાયટી પંચમુખી હનુમાન મંદિર પાસે તા.ગારીયાધાર જી.ભાવનગર હાલ રહે.રાજુલા,બસ સ્ટેશન પાસે તા.રાજુલા
💫 *પકડાયેલ મુદ્દામાલની વિગત*
 WELPN MONO કંપનીની ફીરકીઓ નંગ-૧૫, કિં.રૂા.૪,૫૦૦/-નો મુદ્દામાલ
         આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ*, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ *રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ* તથા *હેઙ.કોન્સ ભરતભાઇ વાળા, ભીખુભાઇ ચોવટીયા, મુકેશભાઇ ગાજીપરા* તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા, ભરતસિંહ ગોહિલ, પરેશભાઇ દાફડા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા રેનીશભાઇ ભાલીયા દ્રારા કરવામાં આવેલ.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230109-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *