Gujarat

રાધનપુરના શાંતિધામ પુલ પરથી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

પાટણ
રાધનપુરના શાંતિધામ પુર પર રાત્રિ એક યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસને મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રાધનપુરથી ભુજ તરફ જતા હાઈવે પર આવેલા શાંતિધામ પુલ પર રાત્રિએ એક યુવકનો શંકાસ્પદ હાલતલમાં લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજાે લઈ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *