જૂનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર ચોમાસા દરમિયાન પાણીથી ભરાઇ જાય છે. અહીંના ખેડૂતો ચોમાસુ પાક લઇ શક્તા નથી. પરંતુ શિયાળુ, ઉનાળુ પાક લઇ રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ વિસ્તારના ઘેડ પંથકમાં ચણા અને જુવારનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. જેમાં માંગરોળ તાલુકામાં ૪૦૫ હેક્ટર અને કેશોદ તાલુકામાં ૧૨૫ હેક્ટરમાં જુવારનું વાવેતર થયું છે. જ્યારે માંગરોળમાં ૧૧૫૬૫ હેક્ટરમાં ચણા અને કેશોદમાં તાલુકામાં સૌથી વધુ ૧૪૦૦૦ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે.


