માણાવદર શહેરમાં પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આરોપીને ફાંસીની સજા થાય તે માટે વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદન
પત્ર આપ્યું હતું.
દુષ્કર્મ અને હત્યા મામલે લોકોમાં રોષ
બોટાદ ખાતે 9 વર્ષીય બાળકી પર દુષ્કર્મ
આચર્યા બાદ હત્યા કરવાના બનાવના ઘેરા પ્રત્યાઘાત માણાવદર શહેરમાં પણ જોવા મળી રહ્યા છે.
માણાવદરમાં દેવીપૂજક સમાજમાં ખુબ જ રોષ જોવા
મળી રહ્યો છે. આ ઘટનામાં આરોપીને ફાંસીની
સજા થાય તે માટે દેવીપૂજક સમાજના લોકોએ
રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર
આપ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં
જોડાયા હતા. આરોપીને ફાંસી આપો જેવા,
દીકરીને ન્યાય આપો જેવા સુત્રોચ્ચાર કરી રોષ
વ્યક્ત કર્યો હતો.
માણાવદરમાં રેલી યોજી આવેદન અપાયું
વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા અપાયેલા
આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે,
બોટાદમાં ગત 15 જાન્યુઆરીના રોજ દેવીપૂજક
સમાજની 9 વર્ષીય દીકરી પતંગ પકડવા માટે રમી
રહી હતી. તે દરમ્યાન આરોપી રાજેશ દેવસંગ
ચૌહાણ બાળકીને લલચાવી ફોસલાવી બોટાદના
ફૂલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા
ખંઢેર ક્વોટરમાં લઇ જઈ બાળકી પરના મોઢામાં
ડૂચો ભરાવી દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી.
આ અતિ ઘૂર્ણસ્પદ, રાક્ષસી દુષ્કૃત્યની ઘટના છે.
બાળકી સાથેના કમકમાટીભર્યા દુષ્કૃત્ય હત્યાના
કારણે સમાજમાં ખૂબ જ આક્રોશ વ્યાપેલો છે.
આ અમાનવીય બનાવમાં માસુમ બાળકીના
બળાત્કારી અને હત્યારા વિરુદ્ધ નિષ્પક્ષ પણે
ઘનિષ્ઠ અને ઊંડાણપૂર્વકની તપાસ કરી ગુનામાં
પકડાયેલા આરોપી સામે ન્યાયિક સમય મર્યાદા-
માં કાર્યવાહી કરી દોષિતને ફાંસીની સજા થાય
તેવો ધાક બેસાડતો ન્યાયતંત્ર ચુકાદો આપે એવી
માંગણી છે. સુરજભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,
બોટાદમાં 15 જન્યુઆરી 2023ના રોજ બાળકી
પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી
હતી. આ ઘટનામાં આરોપીને ફાંસીની સજા મળે
તે માટે સમાજના લોકોએ રેલી યોજી આવેદન
પત્ર આપ્યું હતું.
માણાવદરમાં દેવીપૂજક સમાજે
ન્યાયની માગ સાથે રોષપૂર્વક રેલી યોજી
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


