સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
વિશ્વમાં ૫૪ લાખ અને આપણાં દેશમાં ૧૦ લાખ લોકો દર વર્ષે તમુકના વ્યસનથી મોતને ભેટે છે . આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા કોલજોમાં વિવિધ આયોજન. જિલ્લા તમાકુ નિયંત્રણ શાખાના માર્ગદર્શન નીચે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત ,અમરેલી વિભાગ દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં તમામ શાળા કોલેજોમાં , વિધાર્થીઓ કે જે કિશોરવયમાં જાણે અજાણ્યે પોતાના જીવનના છુપા દુશ્મન સાથે દોસ્તી બાંધી બેસે છે. એમાં ધ્રુમપાન, ગુટકા , માવા -મસાલા , તંબાકુ વગેરેની એકવાર લત લાગે પછી છોડવી મુશ્કેલ થઈ જાય છે ત્યારે આ ઝુંબેશ સારાંએ દેશમાં આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ લાવવા માટે શરૂ કરવામાં આવી છે. એક સર્વેક્ષણ મુજબ ૧૩ થી ૧૫ વર્ષની વયના વિધાર્થીઓ ૧૯% જેટલાને વ્યસન છે. અને આંચકો લાગે એવી ટેવી વાત એ છે કે , ૧૬ વય થતાં જ આ આંકડા ૧૮% ઉમેરાયને ૩૭% થઈ જાય છે . તમામ શાળા કોલેજમાં વિધાર્થીઓમાં ચેતવવા જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ આરોગ્ય વિભાગ દ્વારા યોજાઇ રહી છે. જેમાં પોસ્ટર બનાવવા . ક્વિઝનું આયોજન , નિબંધ સ્પર્ધા , શેરી નાટકો, ડિબેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘો ૯ થી ૧૨ ના વિધાર્થીઓને હાઇસ્કૂલમાં વર્ગ દીઠ તંબાકુ નિયંત્રણ મોનીટર તરીકે નિમણૂક કરવામાં આવે છે. સામાનય રીતે મેટ્રો સિટીમાં યુવાનોમાં જોવા મળતું ડ્રગ્સનું દૂષણ હવે સૌરાષ્ટ્રમાં શહેરોમાં પગ પેસારો કરી ગયું છે. પોતાને મોડર્ન સોસાયટીના ગણાવતાં નબીરાઓ હવે E સિગારેટ , હિટ નોટ બર્ન ડિવાઇસ , વેપ , E શીશા , E નિકોટિન . સુંગધીત હુક્કાઓના રવાડે ચડ્યા છે. આ બધામાં તંબાકુ હોતી નથી પરંતુ સ્વાસ્થ્યને નુકશાનકારક તો છે જ . આ ઝૂંબેશ અંતર્ગત સાવરકુંડલા શિવજીનાગરમાં આવેલ સનરાઈજ સ્કૂલમાં સાવરકુંડલા ગવર્મેનટ હોસ્પિટલના ડો. ઋત્વિક પટેલના માર્ગદર્શન નીચે કલસ્ટર લેવલની તંબાકુ નિયંત્રણ વિવિધ સ્પર્ધાઓમાં , પ્રથમ નંબરે સોલંકી હર્શિલ હસમુખભાઇ, બીજા નંબરે ખખ્ખર પાયલ ચંદ્રેશભાઈ, ત્રીજા નંબરે કામોઠી ક્રિષ્ના કિશોરભાઈ આવેલા જેમને ડો. ઋત્વિક પટેલ , શાળાના પ્રિન્સિપાલ સોનલબેન મશરૂ અને મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઈ ખુમાણ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા .


