Gujarat

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દીવાન ચોક ખાતે તા.૧૫ના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય  એકમો વિનાયક એન્ટરપ્રાઈઝ, જૂનાગઢના માધ્યમથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી ખાતેની ખાલી પડેલ વિવિધ જગ્યાને અનુરૂપ ડિપ્લોમાં, સ્નાતક તથા અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન  જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ, રંગ મહેલ, દીવાન ચોક ખાતે તા.૧૫/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવેલ છે.

પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો  તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signupપરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જૂનાગઢ ના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *