આજરોજ ભેંસવડી પ્રાથમિક શાળા ખાતે શ્રી રમેશભાઈ બુટાણીના અમેરિકા સ્થિત પુત્રશ્રી દેવાંગભાઈ બુટાણી અને એમના ધર્મપત્ની રાજલબેન બુટાણીનાઓ હાજર રહેલ. અમેરિકા સ્થિત બુટાણી પરિવાર દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી ભેસવડી શાળાના તમામ બાળકોને ગણવેશ, ધોરણ એકથી આઠના એક થી ત્રણ ક્રમના બાળકોને ઇનામ વિતરણ અને શૈક્ષણિક કીટ આપવાની જાહેરાત કરવામાં આવી. દાતાશ્રીઓનું શાલ સન્માન કરવામાં આવ્યું.શાળાના આચાર્યશ્રી બિપીનભાઈ ભટ્ટ દ્વારા શાળાના વિકાસની અને આગામી યોજનાઓથી સૌને માહિતગાર કરાયા.આ કાર્યક્રમમાં સરપંચશ્રી ભરતભાઈ ઠુંમર તથા પૂર્વ સરપંચશ્રી મુકેશભાઈ બુટાણી તથા એસ.એમ.સી. ચેરમેનશ્રી નીતિનભાઈ દોમડીયા હાજર રહેલ. કાર્યકર્મનું સંચાલનશ્રી પ્રિયલબેન શુક્લનાઓ દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
