અમદાવાદ
અમદાવાદની સાથે વડોદરામાં પણ ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી અને ફાયર વિભાગની તપાસ દરમિયાન ર્દ્ગંઝ્ર વગરની ૪ શાળાઓને સીલ કરવામાં આવી હતી. આ ૪ શાળામાંથી ૩ શાળા વાઘોડિયા રોડ પર આવેલી છે અને ૧ શાળા માંજલપુર વિસ્તારમાં આવેલી છે.રાજ્યમાં ફાયર સેફ્ટી અને ફાયર ર્દ્ગંઝ્રને લઇ ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં ફાયર સેફટી અને મ્ેં પરમિશન વગરની બિલ્ડિંગોને સીલ કરવા માટે ટકોર કરવામાં આવી હતી. ત્યારે રાજયમાં અલગ-અલગ શહેરો અને ગામડાઓ સહિત અનેક વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા શાળા, કોલેજ, હોસ્પિટલ અને મોલમાં ફાયર સેફટી બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જે જગ્યા પર ફાયર સેફટીનો અભાવ અને ર્દ્ગંઝ્ર ન હોય તે બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે. હવે અમદાવાદ શહેરના ફાયર વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ મોલ, મલ્ટીપ્લેક્સ અને કોમર્શિયલ ઓફિસમાં ફાયર સેફ્ટી બાબતે અને ર્દ્ગંઝ્ર બાબતે તપાસ કરવામાં આવી હતી. ફાયર વિભાગની આ કાર્યવાહી દરમિયાન ૭ જેટલા મલ્ટિપ્લેક્સને સીલ કરવામાં આવ્યા છે. બીજી તરફ આ વિભાગની તપાસ દ્વારા સામે આવ્યુ હતું કે, અમદાવાદ શહેરની ૨૫૦ કે, તેનાથી વધારે શાળાઓ પાસે ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ છે અને ર્દ્ગંઝ્ર નથી. તેથી ફાયર વિભાગ દ્વારા આ તમામ શાળાઓને નોટિસ આપવામાં આવી હતી અને ૯ શાળા સામે કાર્યવાહી કરીને તેને સીલ કરવામાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે રાજ્યની હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના બની હતી અને સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ શાળામાં પણ ફાયર સેફ્ટીના સાધનો બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે હાઇકોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી. તેથી હાઇકોર્ટની ટકોર બાદ સક્રિય થયેલા અમદાવાદના ફાયર વિભાગે શહેરની ૯ શાળા અને ૭ મલ્ટિપ્લેક્સને સીલ કર્યા છે. ૭ મલ્ટિપ્લેકસમાં અંબર, શીતલ, મીરા, કે-સેરા સેરા, હંજર, સિટી પ્લસ અને કાર્નિવલ સિનેમાનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં હજુ જે લોકોને નોટિસ આપવામાં આવી છે તે લોકો ફાયર સેફ્ટી અને ર્દ્ગંઝ્ર બાબતે કામગીરી નહીં કરે તો તેમની સામે પણ ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
