Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં છોટાઉદેપુર ટાઉનમાં બનેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના અમલદારઓને સુચના કરેલ.
જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પરમાર નાઓએ તેમજ પો.સ.ઈ એન.એફ.બારીયા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન (૩) અ.હે.કો નરેશભાઈ નગીનભાઈ બ.નં ૧૮૧ (૪) અ.પો.કો અરવિંદસિંહ મકનસિંહ બ.નં ૧૧૪ (૫) અ.પો.કો ઉનડભાઈ રામાભાઈ બ.નં ૧૬૦ (૬) અ.પો.કો પરથીદાન ઉમરદાન બ.નં ૦૧૦૧ (૭) આ.પો.કો રોહીતકુમાર માનસંગભાઈ બ.નં ૦૨૮૦ (૮) આ.પો.કો મેહુલભાઈ ડાયાભાઈ બ.નં ૯૬૪ (૯) આ.પો.કો કલ્પેશભાઈ દશરથભાઈ બ.નં ૨૭૪ ગઇ તા.૨૫/૦૨/૨૦૨૩ ના રોજ છોટાઉદેપુર ટાઉન સિલ્વર પ્લાઝામાં દુકાનમાં થયેલ ચોરી બાબતે છોટાઉદેપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૩૦૧૮૮/૨૦૨૩ ઈ.પી.કો. કલમ. ૩૮૦,૪૫૪, ૪૫૭ મુજબનો ગુનો નોંધાયેલ તે ઘરફોડ ચોરીના ગુનાને શોધી કાઢવા સારૂ હ્યુમન સોર્સીસ, જિલ્લા નેત્રમના સી.સી.ટી.વી.નું એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદ મેળવી પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઇસમો અંગે માહીતી એકત્રીત કરતા સિલ્વર પ્લાઝામાં દુકાનમાંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે બે ઇસમો ૧) રાહુલભાઈ ઉર્ફે ગ્યાપ્રસાદ મથુરપ્રસાદ રાજપુત હાલ રહે. છોટાઉદેપુર સિલ્વર પ્લાઝા તા. જી.છોટાઉદેપુર મુળ રહે.નંગલાપુર તા. બર્તના જી. ઈટાવા ઉત્તરપ્રદેશ(UP)(૨) પંકજભાઈ શિવદીશભાઈ રાજપુત હાલ રહે. છોટાઉદેપુર સિલ્વર પ્લાઝા તા. જી.છોટાઉદેપુર મુળ
રહે.દોલનપુર તા.જી. ઓરીયા ઉત્તરપ્રદેશ(UP) ને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230227-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *