અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આશીર્વાદ ગણાતું ઈ-શ્રમ કાર્ડ જુનાગઢ જિલ્લાના શ્રમિકોને ઉપલબ્ધ કરાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે કલેક્ટરશ્રી રચિત રાજે સૂચના આપી છે.
કલેકટરશ્રી રચિત રાજે ઈશ્રમ કાર્ડની ઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લાના પ્રાંત અધિકારીઓને મામલતદાર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી, ઈશ્રમ કાર્ડ લોકો સરળતાથી મેળવી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જનસેવા કેન્દ્રની સાથે સસ્તા અનાજની દુકાન ખાતેથી ઈશ્રમ કાર્ડ મેળવી શકે તે માટે નિર્દેશ આપ્યા હતા.
ઉપરાંત શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ ઉપલબ્ધ કરાવવા માટે રાત્રિકેમ્પ યોજવા માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આમ, શ્રમિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
