તમામ શાળા બાળકોએ યોગ પ્રાણાયામ આસાન સુર્ય નમસ્કાર કર્યા.
ધોકડવા કન્યા શાળાનાં બાળકોને શિક્ષણ સાથે સુરક્ષા સ્વબચાવ માટે ફાયર સેફ્ટી અંગે માહિતી અને માર્ગદર્શન તાલીમ આપવામાં
આવી. શિક્ષણની સાથે સાથે સુરક્ષા પણ જરૂરી છે. ત્યારે ધોકડવા કન્યા શાળા બાળકોને ફાયર સેફ્ટી સાધનો અંગે માહિતી આપી
હતી. જેમાં આગ લાગવી, શોર્ટ સર્કીટ, આવા આપત્તિજનક સમયે બાળકોને સ્વબચાવ અને મુસીબત સમયે અન્ય લોકોને મદદ કરવા
માટે તમામ પ્રકારની માહિતી માર્ગદર્શન અને તાલીમ શિક્ષકો દ્વારા ફાયર સેફ્ટી સાધનો સાથે રાખીને દરેક બાળકોને તાલીમ
આપવામાં આવી હતી. તેમજ ધોકડવા કન્યા શાળા બાળકોએ યોગ પ્રાણાયામ આસાન સુર્ય નમસ્કાર કર્યા હતા. આ યોગ કરવાના
અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની
સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી માર્ગદર્શન મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગ એક
સ્વસ્થ જીવનનો ભાગ છે, બાળકો માટે યોગ ખૂબ જરૂરી છે. તેથી વિવિધ પ્રકારના આસાન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર વગેરે
કરાવવામા આવે છે. શાળાના શિક્ષકોએ પણ તેમાં ભાગ લીધો હતો. વધુ બાળકો જણાવ્યું હતું કે રોજ સવારે ઉઠીને આ યોગાસનોને
અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો. સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી
લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. એમ ધોકડવા કન્યાશાળાનાં બાળકો એ
જણાવ્યું હતું..


