Gujarat

બોડેલીના ધરોલીયા પાસેથી બે લાખના દારૂ સાથે બેની અટકાયત

બોડેલી તાલુકા ના ધરોલીયા થી સનીયાદરી તરફ જવાના માર્ગે બે બાઈક દારૂ નો જથ્થો લઈને પસાર થઈ રહી હતી ત્યારે સ્ટેટ વિજિલન્સ ની ટીમે નાકા બંધી કરી બન્ને બાઈક સાથે આરોપીઓ ને પકડ્યા હતાં અને બે લાખ ઉપરાંત રૂપિયા નો દારૂ નો જથ્થો પકડ્યો હતો.
    વિદેશી દારૂ ની નાની મોટી કાચ ની બોટલો અને પ્લાસ્ટિક ની 1273નંગ બોટલો અને બિયર ની 188 નંગ બોટલો મળી કુલ 1461 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 2,00,580 અને ને બાઈક મળી કુલ રૂપિયા 2,56,480 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે લાલસિંગ રાઠવા રહે. નાની સઢલી, તા. છોટાઉદેપુર અને  કઠીવાળા, ગામના આરોપીની અટક કરી હતી અને 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. બોડેલી પાસે થી દારૂ નો જથ્થો પકડાતા દારૂ ની હેરાફેરી કરનારા અને દારૂ મોકલનાર અને મંગાવનાર લોકો માં ફફડાટ વ્યાપ્યો છે.
બોડેલી નજીક ધરોલીયા પાસે બે લાખના દારૂ સાથે બેની અટકાયત કરવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230315-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *