Gujarat

માંગરોળ માર્કેટીંગ યાર્ડ ની મોટા ગોડાઉનો આને શોપ ટાઈપ દુકાનો ની  સુખડી થી ભાડે આપવા હરરાજી કરવા સામે જીલ્લા રજીસ્ટ્રાર જૂનાગઢે રૂક જાવ નો આદેશ કરતાં યાર્ડ દ્વારા થનાર હરરાજી ધોચમા પડી જવા પામી છે,,     

જાણવા મળતી વિગતો મુજબ ગત્ એપ્રિલ – ૨૦૨૨ માસમાં સતર બેઠકો વાળી  માંગરોળ યાર્ડ ની સામાન્ય ચૂંટણીમાં ખેડૂત વિભાગની મતદાર યાદીમાં ગોટાળા પ્રશ્ર્ને ચાલેલા ન્યાયિક જંગમાં વિરોધી જુથની માંગણી ગ્રાહ્ય રાખી નિયામકશ્રી, ગુજરાત ખેત બજાર ઉત્પાદન સંધ ગાંધીનગરે બજાર ધારાની કલમ ૨૮ મુજબ માંગરોળ યાર્ડ ના ખેડૂત વિભાગના ચુંટાયેલા તમામ દસ સભ્યો ની ચુંટણી રદ્ જાહેર કરી ૯૦ દિવસમાં ખેડૂત વિભાગની ફરી ચુંટણી યોજવા આદેશ કર્યા બાદ આ નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટ માં સ્પે.સી.એપ્લી.નંબર ૨૨૦૪૩/૨૦૨૨ થી આ હુકમ રદ કરવા અને હાલ તુર્ત સ્ટે કરવા દાખલ કરેલ પીટીશન માં હાઈકોર્ટે કોઈ સ્ટે આપેલ ન હોય દસ સભ્યો ની ગેર હાજરીમાં નિતિ વિષયક નિર્ણયો કરી યાર્ડના મોટા ગોડાઉનો અને શોપ ટાઈપ દુકાનો સુખડી થી ભાડે આપવા હરરાજી ની અખબારી જાહેરાતો અપાતા આ બાબતે તાલુકા ભાજપ પ્રમુખ દાના બાલસે જુનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર ને લેખીત ફરીયાદ કરી આ હરરાજી બંધ કરાવવા માંગણી કરતા નાયબ નિયામક કૃષિ બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર જૂનાગઢે માંગરોળ માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન,વાઈસ ચેરમેન તથા સેક્રેટરી ને તારીખ૧૩/૦૩/૨૦૨૩ ના રોજ લેખીત આદેશ કરી ખેડૂત વિભાગના દસ સભ્યો ની ચુંટણી રદ્ કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં મેટર પેન્ડીગ હોય કોઈ નિતી વિષયક નિર્ણય લઈ શકાય નહીં જેથી આ હરરાજી રદ કરવા આદેશ કરી તેનુ તુરંત પાલન કરવા અન્યથા બજાર ધારા હેઠળ કાર્યવાહી કરાશે નો આદેશ કરતાં ફરી એક વખત માંગરોળ યાર્ડ ચર્ચા માં આવ્યું છે,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

IMG-20230315-WA0086.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *