Gujarat

ગુજરાત રાજ્ય સરકાર નાં આરોગ્ય મંત્રી શ્રી ઋષીકેશભાઇ પટેલ નાં હસ્તે ગાંધીનગર ખાતે સાંગાણી હોસ્પીટલ કેશોદ નું સન્માન કરાયું

કેશોદ માં આવેલ સાંગાણી હોસ્પીટલ નાં ડોક્ટર્સ સાંગાણી બ્રધર્સ ડો રાજેશ સાંગાણી તથા ડો અજય સાંગાણી જેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાઈ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે.
     સાંગાણી હોસ્પીટલ માં ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે . જેમા ફ્રી કાન, નાક ,ગળા , પથરી , પ્રોટેસ્ટ , હાડકા તથા ગર્ભાશય , ડાયાબિટસ તેમજ દર્દીઓને સચોટ અને વિશ્વનીય માર્ગદર્શન દ્વારા સમગ્ર ગુજરાત મા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ છે.
     ગૂજરાત સરકાર નાં આરોગ્ય વિભાગે સાંગાણી હોસ્પીટલ ની સેવાઓ અને સચોટ ટ્રીટમેન્ટ ને ધ્યાન માં લઈ ને તા.11-3-23નાં રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઇ પટેલ નાં હસ્તે ડો રાજેશ સાંગાણી, ડો અજય સાંગાણી તેમજ કમલ સાંગાણી ને ‘મોસ્ટ ટ્રસ્ટેડ એન્ડ એકઝેમ્પ્લુરી હોસ્પિટલ ‘ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો .
 કેશોદ તથા આજુબાજુ નાં વિસ્તાર માટે ગૌરવ સમાન એવોર્ડ પ્રાપ્ત થતા રાજકિય આગેવાનો, પત્રકારો, સામાજિક કાર્યકરો તેમજ કેશોદ શ્રેષ્ઠીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20230315-WA0374.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *