સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શાળાના સંનિષ્ઠ શિક્ષકો ગોવાભાઈ ગાગીયા, મનજીભાઈ ડાભી અને યોગેશભાઈ પટેલના પ્રેરક વક્તવ્ય દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત તલસ્પર્શી માહિતી આપવામાં આવી.
———————————————————————
સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે લોકશાળા ખડસલીમાં પણ ૧૫ મી માર્ચ વિશ્ર્વ ગ્રાહક દિન નિમિત્તે કન્ઝ્યુમર્સ ક્લબ શ્રી લોકશાળા ખડસલી દ્વારા ગ્રાહક સુરક્ષા સંદર્ભે ઉપસ્થિત વિદ્યાર્થીઓને ખડસલી લોકશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ગોવાભાઈ ગાગીયા, મનજીભાઈ ડાભી અને યોગેશભાઈ પટેલ દ્વારા ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીઓ આપી ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગ્રાહક જાગૃતિ કેળવવા અપીલ પણ કરી હતી. આમ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલી ગ્રાહક સુરક્ષા ઝૂંબેશને ખડસલી લોકશાળા દ્વારા વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તેમની આ ગ્રાહક સુરક્ષા સંલગ્ન પ્રવૃત્તિને બિરદાવી આ અભિયાનને શરૂ રાખવાની તેમની આ ભાવનાને પ્રોત્સાહિત કરવા જરૂર જણાય ત્યાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ આપની સાથે જ છે એનો સંદેશ પણ પાઠવવામાં આવશે એવું ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી, ડો. રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી અને હર્ષદભાઈ જોશીના સંયુક્ત નિવેદન દ્વારા જણાવાયું હતું.


