Maharashtra

‘ભવાઈ’ ફિલ્મના દિગ્દર્શકને નેટિઝન્સની ટીકાથી ઊંડો આઘાત

મુંબઈ
પ્રતીક ગાંધીની ફિલ્મ ‘રાવણ લીલા’નું નામ બદલીને ‘ભવાઈ’ કરીને તાજેતરમાં રિલિઝ કરવામાં આવવાની હતી, પણ હવે થિયેટરો ૨૨ ઓક્ટોબરથી શરૂ થવાના છે, તેથી ‘ભવાઈ’ની રિલિઝ વધુ લંબાઈ છે, પણ ‘રાવણલીલા’ના નામ સામે ‘ધાર્મિક લાગણી દુભાવવાની’ જે વાતો કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તેથી ફિલ્મના દિગ્દર્શક હાર્દિક ગજ્જર મનોમન થોડા નારાજ જરૂર થયા છે. હાર્દિક ગજ્જર કહે છે, ‘ફિલ્મના મૂળ શિર્ષક ‘રાવણલીલા’ સામે નેટિજન્સોએ જે વિરોધ કર્યો તેનાથી તેમને ‘ઊંડો આઘાત’ લાગ્યો છે. રામ અને રાવણ લો લોકોની સમજણશક્તિ છે. મેં પટકથામાં મારા વિચારો સ્પષ્ટ કર્યો છે. આ પટકથા લખવામાં મને ચાર વર્ષનો સમય લાગ્યો, ‘એમ દેવો કે દેવ મહાદેવ’ અને સિયા કે રામ’ના આ દિગ્દર્શકે જણાવ્યું હતું. આ ફિલ્મમાં પ્રતીકને સ્થાન આપ્યું કેમ કે એ સોલિડ સેક્ટર છે. મને આ અંગે કોઈ ચિંતા જ નથી, પણ આપણી માર્કેટના કલ્ચરમાં માત્ર ચહેરાઓ વેચાઈ છે, એક્ટરો નહીં. મને ખબર છે કે સ્ટોરી ઘણી સ્ટ્રોંગ છે,’ એમ હાર્દિક ગજ્જરે જણાવ્યું હતું. કોઈને ટ્રોલ કરવામાં કોઈ સમજણ હોતી નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *