Gujarat

સવારે વહેલા ઊઠવાનું મહત્વ અને ફાયદા…

રોજ સવારે સૂર્યોદય પેહલા ઉઠીને નિત્ય ક્રિયાઓ પુરી કરીને યોગાસ્ન કરવા, ચાલવા જવું અથવા તો થોડી કસરત કર્યા પછી પોતાના દિવસે ની શરૂઆત કરવાથી માણસ ના જીવન માં ઘણા બધા ફાયદાઓ અને લાભ થઈ શકે છે.
આજ ના સમય માં ઘણા બધા લોકો ને પોતાની વ્યસ્ત દિનચર્યા ના કારણે એવી ટેવ પડી ગયેલી જાેવા મળે છે કે જેમાં તે પોતે સવારે ખુબજ મોડા ઊઠવાનું પસંદ કરે છે અને એના કારણે એમનો દિવસ પણ આળસ ભર્યો જાય છે અને આમ પણ જાેવા જઈએ તો એ પણ સાચું કે જે લોકો નોકરી કે ધંધો કરે છે એ લોકો રાત્રે મોડા સુધી જાગે છે જેના કારણે એ સવાર માં મોડા ઉઠે છે. છતાં પણ જાે તમે વહેલા ઉઠો છો તો તમને આ ઘણા લાભ થઈ શકે છે. આમ જાેવા જઈએ તો લોકો એવું પણ કહે છે કે જે લોકો સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે એવું આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે પણ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલોજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે, સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત કેળવવી જાેઈએ.
દિનચર્યામાં સૌથી પહેલા બ્રહ્મમુહુર્તમાં ઉઠવાનું કહેવાયુ છે. આ સમય સુર્યોદયની ૯૬ મિનિટ પહેલા શરુ થાય છે અને ૪૮ મિનિટ પહેલા ખતમ થઇ જાય છે તેથી સુર્યોદયની ૫૦ મિનિટ પહેલા ઉઠો. તમે આ સમયે જાગો છો ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે ઉત્સાહ, ઉર્જા, સ્ફુર્તિ વધારે છે.
આજના સમયમાં લોકો એક દિવસમાં આશરે-લગભગ ૩ થી ૪ કલાક મોબાઈલ માં બગાડે છે અને જેના કારણે તેમાં જીવન ઘણી બધી તકલીફો માં પણ વધારો જાેવા મળતો હોય છે, આંખોને વધુ પડતો સ્ટ્રેસ આપતા ચશ્માંના નંબર પણ વધી શકે છે અને માણસ ના મગજ માં પ્રતિકુળ અસરો જાેવા મળતી હોયછે જેથી કરીને જાે સવારે વેહલા ઉઠીએ ત્યાર બાદ તરતજ મોબાઈલ હાથ માં લીધા વગર પોતાની દિનચર્યા આગળ વધારવામાં આવે તો આગળ જતા માણસ ને એક નવીજ રહે વિચારવાનું પણ સ્થાન મળી શકે છે.
આપણે ઘણીવાર આ કહેવત સાંભળી હશે કે સફળ લોકો વહેલા ઉઠે છે. આ સાંભળ્યા પછી તમે પણ સફળ થવા માટે વહેલા ઉઠવાનું વિચારો છો પરંતુ તમારા માટે વહેલા ઉઠવું થોડું મુશ્કેલ છે.
રોજ સવારે ઉઠીને તરત તાંબા ના ગ્લાસ અતવા લોટામાં પાણી પીવો તેને ઉષાપાન કહેવાય છે. રાતે જમ્યા બાદ ૭થી૮ કલાક સુધી શરીરને પાણી મળતુ નથી. તેથી શરીરને હાઇડ્રેટ રાખવું જરુરી છે. પાણી એટલું જ પીવો, જેટલુ પી શકો. તેના ઘણા લાભ થાય છે. તેનાથી પાચન યોગ્ય રહે છે અને બ્લડ સર્ક્‌યુલેશન વધે છે.
રોજ સવારે વેહલા ઉઠી ને ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે.ડાયેટમાં સીઝનલ અને સ્થાનિક ફળ તેમજ શાકભાજી ખાવ. વિદેશી ફળો અને શાકભાજીથી બીમારીની શક્યતાઓ રહે છે. ભોજનમાં છ રસ નમકીન, ખાટો, તીખો, કડવો, તુરો, ગળ્યો સામેલ કરવો જાેઇએ. કારેલા, જાંબુ, મેથી વગેરેનો ઉપયોગ ન કરવાથી ડાયાબિટીસની આશંકા રહે છે.
વહેલા ઉઠવાથી તમે એક્સરસાઇઝ તેમ જ મેડિટેશન માટે સમય ફાળવી શકો છો. વહેલા ઊઠનારાઓ કસરત માટે ખૂબ સરળતાથી થોડોક સમય ફાળવી શકે છે. મોડા ઊઠવાથી શરીરને કસરત તો નથી મળતી અને ઉપરથી કંઈ જ કામ પૂરું ન કરી શક્યાનું ગિલ્ટ પણ અનુભવાય છે
સવારે વહેલા ઉઠવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે. સવારે વહેલા જાગવાથી શરીરમાં અનેક બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે અને માનસિક સ્થિતી પણ સારી રહે છે.
મહિલાઓ ની વાત કરીએ તો વહેલા ઉઠવાથી મહિલાઓને દિવસ દરમ્યાન ઓછો સ્ટ્રેસ ફીલ થાય છે, આખો દિવસ સ્વસ્થ અને ફ્રેશ રેહ્વાનો અનુભવ થાય છે અને ઉત્સાહમાં પણ વધારો જણાશે . એક્સરસાઈઝ અને મેડિટેશન માટે સમય ફાળવી શકો છો.સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે.સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી મગજ ને પૂરતો ઓક્સિજન મળી રહે છે અને તેના વિચારવાની ક્ષમતામાં પણ વધારો થાય છે અને સાથેજ પોઝીતીવિટી નો અનુભવ થાય છે.
રોજ સવારે વહેલા ઉઠવાથી સૌથી મોટો ફાયદો મહિલાઓને થાય છે કારણકે વહેલા ઉઠવાથી મહિલાઓને ઓછો સ્ટ્રેસ ફીલ થાય છે. મહિલાઓ તેમનું કામ સરળતાથી પૂરું કરી શકે છે. આ સાથે મહિલાઓ સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકે છે.
રોજ સવારે વેહલા ઉઠી ને ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે.ડાયેટમાં સીઝનલ અને સ્થાનિક ફળ તેમજ શાકભાજી ખાવ. વિદેશી ફળો અને શાકભાજીથી બીમારીની શક્યતાઓ રહે છે. ભોજનમાં છ રસ નમકીન, ખાટો, તીખો, કડવો, તુરો, ગળ્યો સામેલ કરવો જાેઇએ. કારેલા, જાંબુ, મેથી વગેરેનો ઉપયોગ ન કરવાથી ડાયાબિટીસની આશંકા રહે છે.
સવરે વેહલા ઉઠવાના નિયમ ને પાળવા માટે વ્યક્તિએ જાે રાત્રે મોડા સૂવાની આદત હોય તો વહેલા સૂવાનું શરૂ કરવું જાેઈએ, રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું અને નક્કી કરેલા સૂવાના સમયે લાઇટો બંધ કરીને પથારીમાં સુઈજ જવું, સવારે નવ વાગે ઊઠવાની આદત હોય તો પહેલા જ દિવસથી સવારે વેહલા છ વાગ્યે ઊઠવાનું ન રાખવું એને બદલે પહેલા અઠવાડિયે આઠ વાગ્યે ઊઠવાની આદત પાડવી, એ પછીના અઠવાડિયે સાત અને એમ ધીમે-ધીમે કરતાં છ વાગ્યે ઊઠવાના ધ્યેયને પહોંચી વળી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *