Gujarat

 અશરફૂલ ફૂકહા ફાઉન્ડેશન નડિયાદ દ્વારા ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન.

મકસુદ કારીગર,કઠલાલ
અશરફૂલ ફૂકહા ફાઉન્ડેશન નડિયાદ દ્વારા સંજય હોસ્પિટલના સહયોગથી ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું બીજી વાર આયોજન કાછિયા પટેલ ની વાડી અમદાવાદી દરવાજા નડિયાદ ખાતે રાખવામાં આવેલ.
જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા બાળકોના રોગ, મગજના રોગ, ચામડીના રોગ, ડાયાબિટીસ, થાયરોઇડ, સ્ત્રીરોગ, આંખોના રોગ, જનરલ સર્જન, દાંતના રોગ, ડાયાબિટીસ વગેરે બીમારીઓના નિદાન માટે ડોક્ટરની ટીમ દ્વારા નડિયાદ તથા આજુબાજુના ગામડામાંથી આવેલા જનતા એ રજીસ્ટ્રેશન કરાવી 600 થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ છે,
આ કેમ્પના સંચાલનમાં ટ્રસ્ટના પ્રમુખ ઇફ્તખાર કાદરી બાપુ, ઉપ પ્રમુખ ઉસ્માનભાઈ મેમણ સેક્રેટરી તોફિકબેગ મિર્ઝા એડવોકેટ સભ્ય મુજીબ શેખ, મુસ્તાકભાઈ, સોહિલભાઈ ભારગોલી વાળા, જાહિદભાઈ મોમીન, ફારૂકભાઈ ભારગોલી વાળા,ઇમરાન ભાઈ મેમણ, જાવેદ કાદરી,તાહીર મલેક તથા અન્ય સભ્યોએ તથા વોલન્ટિયર એ ભેગા મળી કેમ્પનું આયોજન કરી આ મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવેલ છે જેમાં નડિયાદના કાઉન્સિલર માજીદખાન પઠાણ એડવોકેટ, તથા એઝાઝ કાદરી એડવોકેટ પણ હાજર રહ્યા હતા તથા સમાજના આગ્રણીઓ પરાગભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા સદર ટ્રસ્ટ આવી સેવાઓ આપવા તત્પર રહેશે અને સાથે સાથે ટ્રસ્ટ દ્વારા નડિયાદની જરૂરિયાત મદ જનતાને દવાઓ લેબોરેટરી ટેસ્ટ તથા સીટી સ્કેન માં ફ્રી સેવાઓ આપે છે.

IMG-20230320-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *