સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તારીખ ૨૯-૩-૨૦૨૩ના શ્રી મહિલા અધ્યાપન મંદિર, સાવરકુંડલા ખાતે દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ ઉત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી નીલાબેન વાઘાણી તથા સંસ્થાના મંડળના સભ્યશ્રીઓ,હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી બાબુભાઈ, શિક્ષક શ્રી રવિભાઈ, ભાવેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનો દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગરબા, લોકગીત, નાટક અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.


