Gujarat

સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ ખાતે વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણી કરાઇ.

મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ ખાતે વાર્ષિકોત્સવ – ઈનામ વિતરણ તેમજ અંતિમ વર્ષના વિધાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમમાં કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોજીત્રાના આચાર્ય ડૉ. ઉર્વી દવે, મામલતદાર  દેવમ ચૌહાણ,ગોવિંદભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી. ડૉ. જબુકા કોટડીયા તેમજ કઠલાલ શહેરના અન્ય શ્રેષ્ઠીઓ તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 ધારાસભ્યએ વિદ્યાર્થીઓને તેઓની જ્વલંત સફળતા બદલ બિરદાવી ભાવિ જીવન અંગેની શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજના આચાર્ય ડો. અમિતકુમાર પરમારએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ઉપાચાર્ય પ્રા. વૈશાલી મકવાણા દ્વારા વાર્ષિક અહેવાલનું વાંચન કરી વર્ષ દરમિયાન થયેલ કામગીરી અંગેનો ચિતાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શૈક્ષણીક, રમતગમત તેમજ અન્ય ક્ષેત્રે કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિભિન્ન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અદભુત પ્રસ્તુતિ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. પરેશ પટેલ, પ્રા. સૈફ ખોખર અને ડૉ. વંદના રામીએ કર્યુ હતું.

IMG-20230329-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *