Gujarat

કોડીનાર તાલુકા ના ડોળાસા ગામે અંબુજા ફાઉન્ડેશન દ્વારા મહિલા ખેડૂત તાલીમ શિબિર યોજાઇ ..  

ગીરગઢડા
 ભરત ગંગદેવ
તાજેતર માં ડોળાસા ગોંદરા ચોક કોમ્યુનિટી હોલ ખાતે અંબુજા ફાઉન્ડેશન દ્વારા મહિલા ખેડૂત તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યા માં ખેડૂત મહિલા ઓ એ હાજરી આપી હતી.
  …ગુજરાત સરકાર દ્વારા હાલ ખેતિં પાક અને બાગાયતી ખેતી માં દવા ખાતર નાં અમર્યાદિત ઊપિયોગ ની અસર ખોરાક ઉપર બાદ માનવ જીવન ઉપર પડી રહી છે.અનેક અસાધ્ય રોગો એ તેનો વ્યાપ વધાર્યો છે.આવી વિકટ સ્થિતિ ને કાબુ માં લેવા પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતો ….સમાજ માં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપે તેવી અમુક ફાઉન્ડેશન દ્વારા ડોળાસા ગામે યોજાયેલ તાલીમ શિબિર માં અપીલ કરવા માં આવી હતી.
……ખેતીવાડી માં ઘર ગથું..દેશી ઉપચારો દ્વારા જ ખેતી થાય તે હેતુ થી GIZ કાર્યક્રમ હેઠળ ડોળાસા વિસ્તાર ની પાંચ હજાર મહિલા ઓ ને ચલચિત્ર સાથે તાલીમ અપાશે. આ તાલીમ માટે અંબુજા સીમેન્ટ ફાઉન્ડેશન માંથી આનંદભાઈ મોરી, સરમણભાઈ ચૌહાણ અને રોહિતભાઈ ડોડીયાએ હાજરી આપી હતી અને અંતમાં તાલીમ નું આયોજન કરવા માટે ડોળાસા ગામના સરપંચ  દ્વારા અંબુજા સીમેન્ટ ફાઉન્ડેશન આભાર વ્યકત કર્યો..

IMG-20230409-WA0335.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *