નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩ માં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઈટન્સનો શાનદાર વિજય થયો હતો. આ સાથે ગુજરાતે પોતાની પહેલી ૪ માંથી આ ૩જી મેચ જીતી લીધી છે. ધવનની કેપ્ટન્સીમાં પંજાબનો પરાજય થયો હતો અને ગુજરાત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ફરીથી જીત મેળવી ચૂકી છે. પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ ચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ હતી. આ બંને મેચ વર્ષ ૨૦૨૨માં રમાઈ હતી. આ દરમિયાન બંને ટીમોએ એક-એક મેચ જીતી હતી. એક મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ સામે છ વિકેટે સફળતા મેળવી હતી. તો બીજી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું હતું.જાે કે હવે ત્રીજી મેચમાં ગુજરાતે જીત મેળવતા તેનું પલડું ભારે થઈ ગયું છે.


