Gujarat

કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખભાઈ માંડવીયા સોમનાથ ખાતે ૧૭ એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર-તમિલ સંગમનાં ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે  

ગીરગઢડા
 ભરત ગંગદેવ
 કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખભાઈ માંડવીયા આવતીકાલે તા.૧૭ના રોજ સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રી શ્રી સોમનાથ મંદિરે દર્શન કરી સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ દ્વારા સૌરાષ્ટ્રીયન તમિલોને પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમારોહ થકી એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાકાર થઈ રહી છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી ગુજરાત અને તમિલનાડુ રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન તા.૧૭ થી ૩૦ એપ્રિલ સુધી યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *