Gujarat

ઊના શાકમાર્કેટ પાસે આવેલ પેટ્રોલ પંપ પર રૂ.૫૦૦નું પેટ્રોલ ભરાવી માથાભારે શખ્સે તલવાર બતાવી પૈસા આપવાનો ઇન્કાર કર્યો…

પેટ્રોલના પૈસા આપવાને બદલે તલવાર બતાવી મર્ડર કરવાની ધમકી આપી….
ઊના – ઊના શહેરમાં દિનદહાડે શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ એક પેટ્રોલ પંપ પર માથાભારે શખ્સે પોતાની બાઇકમાં પેટ્રોલ ભરાવી
પૈસા આપવાનો ઇન્કાર કર્યો બાદમાં પેટ્રોલ પંપના માલીકે પેટ્રોલના પૈસા આપવા પડે તેમ કહેતા આ માથાભારે શખ્સે તલવાર
બતાવીને કહ્યુ કે હું એક મર્ડર કરવા જાવ છું બીજુ મર્ડર તારૂ કરવાનું છે. આમ દિનદહાડે પેટ્રોલ પંપમાં તલવાર કાઢતા રાહદારીઓમાં
ભયનો માહોલ છવાય ગયેલ હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના શહેરમાં શાકમાર્કેટ પાસે આવેલ બી.મુલીયાણા પેટ્રોલ પંપ પર એક માથાભારે શખ્સ બપોરના
૧૨ થી ૧૨.૩૦ વાગ્યાની આસપાસ તેમની બાઇકમાં પેટ્રોલ ભરાવા આવ્યો અને રૂ. ૫૦૦ નું પેટ્રોલ ભરાવી પૈસા આપવાનો ઇન્કાર
કરતા પેટ્રોલ પંચ પર કામ કરતા વ્યક્તી એ તેમના શેઠ નયનભાઇને જાણ કરતા નયનભાઇએ માથાભારે શખ્સને ઉભો રાખી પૈસા
માગ્યા તો એ માથાભારે શખ્સે કહ્યુ કે તુ મને ઓળખે છે મારૂ નામ ભીમો ગઢવી છે અને પેટ્રોલના પૈસા નથી આપવા તો તુ શું કરી
લઇશ તેમ કહેતા પંપના માલીકે કહ્યુ કે તમે પેટ્રોલ ભરાવ્યુ તો પૈસા આપવા પડે તેમ કહેતા આ માથાભારે શખ્સે તેમની બાઇકમાં
તલવારહોય તે તલવાર કાઢી અને કહ્યુ કે હું ભીમો ગઢવી અને અત્યારે હું એક મર્ડર કરવા જાવ છું અને પાછો આવીને બીજુ મર્ડર તારૂ
કરવાનું છે તેમ કહી પેટ્રોલ પંપના માલીક સાથે રકઝક કરી રૂ.૫૦૦ આપી ગાળો કાઢી નિકળી ગયો હતો. આમ દિનદહાડે પેટ્રોલ પંપ
પર તલવાર કાઢતા અન્ય લોકો પણ પેટ્રોલ પુરવા આવ્યા હોય તે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ ભિમો
ગઢવી કોણ તે અંગેની તપાસ પોલીસ દ્રારા કરવામાં આવે અને તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માંગણી ઉઠવા
પામેલ છે.

-પાસે-આવેલ-પેટ્રોલ-પંપ-પર-રૂ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *