Gujarat

ઊનામાં ભાજપના આગેવાનના પુત્ર સહીત ચાર શખ્સો દારૂમાં ઝડપાયા…

પોલીસે ભાજપના આગેવાનના પુત્રને ઢોર માર મારતા પીઆઇ, પી એસ આઇ સહીત વિરૂધ કોર્ટમાં ફરીયાદ કરી…
ઊના શહેરમાં ભાજપના આગેવાન પૂર્વ તાલુકા ભાજપ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખનો પુત્ર ગત રાત્રીના એ.માંડવી ચેકપોસ્ટ પર
પોતાની કારમાં પસાર થતો હોય પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી આગેવાનના પુત્ર સહીત
ચાર શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભાજપ આગેવાનનો પુત્ર નિલય ઉર્ફે ભુરો રામભાઇ વાળા, નિલેશગીરી જયસુખગીરી ગોસ્વામી,
રાજગીરી પરેશગીરી ગોસ્વામી રહે. ઉના તેમજ કેતન યશવંત સનગરે રહે. મુંબઇ આ શખ્સો દિવ થી ઉના તરફ આવતા હોય ત્યારે
પોલીસે અ.માંડવી ચેક પોસ્ટ પાસેથી કાર નં.જીજે. ૩૨ કે ૮૩૫૧ ને રોકાવી તલાસી લેતા કાર માંથી વિદેશી દારૂની બોટલો નં.૫૦
કિ.રૂ. ૨૦ હજાર તેમજ કાર સાથે ચાર શખ્સોને કુલ રૂ.૪.૨૦ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવેલ હતી. જેમાં ઉના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઇ વાળાના પુત્ર નિલય ઉર્ફે ભુરો રામ વાળાને પોલીસે દારૂના
ગુન્હામાં પકડી પાડેલ અને પોલીસે નિલય ઉર્ફે ભુરાને ઢોર માર મારેલ હતો. અને પોલીસ આજે શખ્સોને નામદાર કોર્ટમાં રજુ કરતા
કોર્ટ સમક્ષ નિલય ઉર્ફે ભુરો રામ વાળાએ નામદાર કોર્ટ સમક્ષ ઉના પીઆઇ અને કે ગોસ્વામી, પીએસઆઇ જાડેજા, તેમજ મહીલા
પીએસઆઇ નિમાવતે પોલીસ સ્ટેશનમાં ઢોરમાર માર્યાની ફરીયાદ કરતા નામદાર કોર્ટે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પીટલમાં
ખસેડવા આદેશ કરતા પોલીસ કાફલો નિલય ઉર્ફે ભુરાને સારવાર અર્થે લાવેલ હતા. જ્યાં પોલીસે સારવાર અપાવી આરોપીઓ એક
દિવસના રીમાન્ડ હેઠળ હોય પોલીસ સ્ટેશને લઇ ગયા હતા…
બોક્ષ્ – મારા પુત્રને થર્ડ ડીગ્રી અપનાવી ઢોર મારમાર્યો…..રામભાઇ વાળા…
આ અંગે રામભાઇ વાળાએ જણાવેલ કે હું ૩૦ વર્ષથી અનેક રાજકીય હોદાપર રહ્યો છું પોલીસે મારા પુત્ર તેમજ તેમના મિત્રો પર
દારૂનો કેઇસ કરી અમારા પરીવારને પોલસ ટાર્ગેટ બનાવી રહી છે. તેમજ મારા પુત્રને પી આઇ ગોસ્વામી, પીએસઆઇ જાડેજા તેમજ
મહીલા પીએસઆઇએ ઢોર માર માર્યો છે. આ અંગેની નામદાર કોર્ટમાં ફરીયાદ કરેલ છે. વિશેષમાં રામભાઇએ આક્ષેપ કર્યા હતા કે
પીઆઇ ગોસ્વામી સાંજ પડતાજ દારૂની એક બોટલ પીવાની ટેવ હોય અને રાત્રીના સામાન્ય કેસ થયેલો હોય તેને પણ દારૂના
નશામાં ઢોર માર મારે છે..
બોક્ષ્ – મે ક્યારેય દારૂ પીધો નથી….પી આઇ ગોસ્વામી…..
આ અંગે પીઆઇ ગોસ્વામીનો સંપર્ક કરતા તેમણે જણાવેલ છે કે કોઇ રામભાઇ વાળા છે જેમને હું ઓળખતો પણ નથી અને ક્યારેય
જોયા પણ નથી તેમના પુત્ર વિરૂધ કાર્યવાહી કરેલ છે. અને હું દારૂ પીવ છુ તેવા મારા પર પાયાવિહોણા આક્ષેપ કરેલ છે. હું ક્યારેય
દારૂ પીતો નથી.. પોલીસે પોલીસની કામગીરી અને કાર્યવાહી કરી છે. જે એ ભાઇને ન ગમ્યુ હોવાથી ખોટા આક્ષેપો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *